કોરોનાની બીજી લહેર બાદ શાળાઓ અને કોલેજોમાં શિક્ષણ પ્રણાલી બદલવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. આ ઉપરાંત ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા પર વધુ ભાર મુકવામાં આવ્યો અને ડિજિટલ શિક્ષણના માધ્યમથી વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી રહે તે માટે શિક્ષણ મંત્રાલય દ્વારા નવી શિક્ષણ નીતિઓ પણ લાગુ કરવામાં આવી. કોરોના કાળ બાદ પણ ઓનલાઈન ક્લાસ તરફ લોકોનો ઝૂકાવ વધી ગયો છે. દરેક ક્ષેત્રમાં ડિજિટાઈઝેશન થઈ રહ્યું છે. ત્યારે હવે ગુજરાતમાં વિદ્યાર્થીઓ માટે એક ખાસ ઓનલાઈન પોર્ટલ બનાવવાની જાહેરાત કરવામાં છે. આ જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે.
ભાવનગરના પ્રવાસ દરમિયાન શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા વિદ્યાર્થીઓ માટે પોર્ટલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓને આ પોર્ટલ પરથી તમામ વિભાગોની માહિતી મળી જશે. તેઓ આંગળીના ટેરવે શિક્ષણ અને રોજગારની માહિતી મેળવી શકશે.
ડિજિટલ ઈન્ડિયાનો વ્યાપ વધી રહ્યો છે. દરેક ક્ષેત્રમાં ડિજિટાઇઝેશન થઇ રહ્યું છે તેવામાં ગુજરાતનું શિક્ષણ વિભાગ કેમ બાકી રહી જાય. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે. શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી છે કે, વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા એક પોર્ટલ બનાવવામાં આવશે. જેમાં તમામ વિભાગોની માહિતી મળી રહેશે.
તેઓએ જણાવ્યું કે, વિદ્યાર્થીને જીવનમાં કોલેજોને લગતી માહિતી, એડમશીન, શિષ્યવૃત્તિ, પ્લેસમેન્ટ, વિવિધ પ્રકારની નોકરીઓ માટે લાયકાત, નિયમો અને ભરતીઓ સહિતની માહિતી મેળવવા માટે અનેક પ્રકારના પ્રશ્નો સતાવતા હોય છે. આશા રાખીએ કે આ પોર્ટલ પર આમાંથી ઘણા પ્રકારના વિદ્યાર્થીઓના સવાલોના જવાબ તેઓને મળી રહેશે.